વાંચન વિભાગ
જલો કહે મારું ફરમાન સુણજો ભક્તો માંડી કાન;
ભક્ત માહરો જે કોઈ થાયે, એને લખવું અંતર માંહ્ય...
ભૂખ્યાને દેવું ભોજન, સદાય રાખી પવિત્ર મન;
ભક્તિ કરતાં દેતાં દાન, અંતર ના આવે અભિમાન...
આસો અમાસ અને કારતક સુદ પડવાના સુભગ સમન્વય દરમ્યાન ગૌમાતાનું પૂજન, ગૌ સેવા, વગેરે કરવું. ગાયમાતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે ગૌ માતાઓને અલંકારોથી અલંકૃત કરી તેમને ભરપેટ ભોજન...
ઇન્દ્ર બોલ્યા - શ્રીપીઠ પર સ્થિત અને દેવતા દ્વારા પૂજિત, હે મહામાયે તમને નમસ્કાર. હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર હે મહાલક્ષમી, તમને નમસ્કાર.
કારતક સુદ બીજ ભાઇબીજ અથવા યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ પવિત્ર દિવસે જે મનુષ્યો 'યમુના' નદીમાં સ્નાન કરી યમીદેવીનું અર્ચન-પૂજન કરે છે તે આત્યંતિક કલ્યાણના અને સ્વર્ગના અધિકારી બને છે. આ પરમ પવિત્ર...
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છેઃ "હે રાજન્! રમા એટલે સ્ત્રી, "यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः" વળી નારી તું નારાયણી. જેની એક આખા વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આંખમાં...
ભવભયને હરનારા, ગંગાને ધારણ કરનારા, વૃષભનું વાહન રાખનારા, અંબિકા (પાર્વતી) ના સ્વામી, ખાટલાનો પાયો, ત્રિશૂલ જેનાં વરદ અને અભય હાથમાં છે તેવાં, સંસારના રોગને હરી જનાર અમોઘ ઔષધ જેવાં, પરમેશ્વર દેવાધિદેવ...
શુભ કર્મનું ફળ 'સુખ' અને પાપ કર્મનું ફળ 'દુઃખ' ભોગવવા માટે દેહ ધારણ કરવો જ પડે છે. દેહ એ તો ફળ ભોગવવા માટેનું સાધન છે. દેહ ધારણ કરે તો જ ફળ ભોગવી શકાય. એટલે શુભ કે અશુભ કર્મનાં ફળ ભોગવવા દેહ ધારણ...
બુદ્ધિની સાથે બળ તું, દઈ દે મને ઓ દાતા !
સંધ્યા ઉષાને વંદુ, હર પળ તને ઓ દાતા !
સંભળાવ તું સદા સત, દેખાદજે તું સારું,
બોલું કદી ના ખોટું, નિશદિન હો ધ્યાન તારું. બુદ્ધિની સાથે...
તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું, નિત્ય નિરંતર ધ્યાન ધરું
ભર્ગ વરેણ્યથી વ્યાપ્ત વિભુ, વિશ્વેશ પદે હું પ્રણામ કરું
પ્રેરો રવિ મતિ સદગતિ આપે, એ વચનો મુખથી ઉચારું. તે...
નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મનાં બંધનો નાખ તોડી;
રવિ ભાવથી તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામું.
કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા, ઊઠ્યું મનડું તાહરા ગુણ ગાવા;