વાંચન વિભાગ

રામદાસજી રામાયણ લખતાં અને શિષ્યોને સંભળાવતાં જતાં હતાં. હનુમાનજી પણ તેમને ગુપ્ત રૂપે સાંભળવા માટે આવીને બેઠાં હતાં. સમર્થ રામદાસજી એ લખ્યું કે "હનુમાનજી અશોક વનમાં ગયાં, ત્યાં તેમણે સફેદ ફૂલ જોયા."
વાત છે બ્રિટિશ શાસન કાળની. એ દિવસોમાં ગંગા-યમુના નદીઓના ભયંકર પૂરે હજારો પરિવારોને બેઘર કરી દીધા હતા. હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો ભોજન અને વસ્ત્રોથી વંચિત થઈ ગયા હતા.
હજારો વર્ષોથી આપણા ભારત દેશમાં અભિવાદન કરવાની, નમસ્કાર કરવાની, નમસ્તે કરીને આપણા વડીલો પાસેથી આશિષ લેવાની પરંપરા ચાલી આવી છે.
પ્રત્યેક સદ્ ગૃહસ્થના ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપેલ હોય છે. આ હિંદુ પરિવારની એક વિશેષ ઓળખ છે. સ્ત્રીઓ તુલસીના છોડની પૂજા કરીને પોતાના સૌભાગ્ય તથા વંશની સમૃદ્ધિની રક્ષા કરે છે.
એક નદીને તીરે ધૌમ્ય ઋષિનો આશ્રમ. આશ્રમમાં અનેક શિષ્યો. શિષ્યાઓ પણ ખરી. કોઈ પાસેના ગામથી નો કોઈ દૂરના ગામથી એમ બધાં ભણવા આવેલાં. ગુરુ એમને વેદ ભણાવે, પુરાણ ભણાવે, બધાં શાસ્ત્રો ભણાવે.
કીધી મુને ઘેલી ઓધા, કીધી મુને ઘેલી, હે કાનુડે કામણગારે, કીધી મુને ઘેલી. સાળુડાની શુદ્ધબુધ ભૂલી, ભાંગ પીધી મેં લીલી.
ગુરુજી મારા હેઠે ધરતી ને ઉપર આભ, આભે તે કેમ ચડિયે રે? એવા માયાથી ભરેલા અસબાબ, સત્સંગ કેમ કરિયે રે? ગુરુજી મારા ઊંચા રે પર્વત હેઠે ગામ, પર્વત કેમ ચડિયે રે?
સરળ ચિત્ત રાખી નિરમળ રે'વું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણીમાત્રમાં સમદ્રષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે... સરળ ચિત્ત
શ્રી અર્જુન બોલ્યા..... સમાધિમાં સ્થિત પ્રજ્ઞ, જાણવો કેમ કેશવ ? બોલે રહે ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો
જ્યારે ઉપનિષદ આપણને 'तत् त्वं असि' (તું તે છે) નું સંબોધન કે ઉદઘોષ કરે છે, ત્યારે આપણા મનમાં એ પૂર્ણતયા સ્પષ્ટ હોવું જોઇએ કે 'તું' શબ્દનો અભિપ્રાય શું છે. જ્યારે 'તું' ને સ્પષ્ટતા અને સૂક્ષ્મતા...